Step into an infinite world of stories
"ગુજરાતી સાહિત્યનાં અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ ,માનસન્માન જીતનાર આ બૃહદ નવલકથામાં ૧૯૨૨ થી ૧૯૭૫ સુધીનો વિશાળ કથાવ્યાપ છે.નવી સદીની મહા નવલકથા તરીકે વાંચકો અને વિવેચકોએ તેને પોંખી છે કથાનાં બેકગ્રાઉન્ડમાં સશત્રક્રાન્તિ ,અંગ્રેજો સામે દેશભરમાં ભડકેલી જ્વાળામાંથી એક ચિનગારી લઇને કથા આગળ ચાલે છે. ત્રણ પેઢીના વિશાળ ફલક પર આકાર લેતી આ કથા સ્વાતંત્ર્યસંગ્રામથી શરુ થઇ ,અનેક કાળખંડો વટાવતા જતા સમાજનાં બદલાતા ચહેરાની સામે દર્પણ ધરે છે .ઇતિહાસની તિરાડોમાં ભરાઇ રહેલા અનેક સાચા પાત્રો ,પ્રસંગોને ઉજાગર કરતી આ કથા નિશંક:ગુજરાતી સાહિત્યની માઇલસ્ટોન કૃતિ છે. ‘ક્રોસરોડ ‘ નવલકથા સમાંચરે ચાલતી દેશપ્રેમનાં મરજીવાઓની જીંદગી અને એ સમયના। રુઢિચુસ્ત ,અજ્ઞાનગ્રસ્ત ગ્રામજનોનાં બંધિયાર જીવનને અત્યંત સુઘડ ભાષાકર્મ વડે નિરુપે છે અને વિવિધતા વાળી રસભર પાત્રસૃષ્ટિ રચે છે. નાટ્યાત્મક પ્રસંગો, આંખભીની કરતાં લાગણીસભર દ્રશ્યો અને વેગવાન કથાપ્રવાહ તમને અંત સુધી જકડી રાખશે. એકવાર હાથમાં લેશો તો ૫૬૦ પાના સુધી તમે પહેંચી જ જશો. લેખિકાએ એ સમયને જીવંત કરવા ,ક્રાન્તિવીરોના છૂપાં સ્થાનો શોંધવા કલકત્તામાં ભર વરસાદે રઑખડપટ્ટી કરી છે તો અમૃતસરમાં જલિયાવાલાં બાગ વ. મા સમય વીતાવ્યો છે. એની સાથે સરસ સામાજીક કથા ,પ્રેમ પ્રસંગો,આપણાં રુઢિગત રિવાજોનાં કેટલાય પ્રસંગો એકદમ પોતીકા લાગશે. એક અનોખી રસાનુભૂતિ એટલે ક્રોસરોડ.નવી સદીની માઇલસ્ટોન કૃતિ ."
© 2021 Storyside IN (Audiobook): 9789354834400
Release date
Audiobook: 3 September 2021
English
India