Step into an infinite world of stories
Economy & Business
અમિત શાહની સાથે લેખક રાકેશ ગુપ્તા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અત્યાર સુધીની રાજનીતિક સફર પર વિશુદ્ધ રૃપથી કેન્દ્રિત છે આ પુસ્તક. ખાસ કરીને રાષ્ટ્રીય રાજનીતિમાં એમના ઉત્થાનને, એમના બાળપણને, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાના રૃપમાં એમના કામને, ગુજરાતની ક્ષેત્રીય રાજનીતિમાં ગૃહમંત્રી તરીકે એમના પ્રશાસનિક કામકાજને, એમાં સંક્ષિપ્ત રૃપથી સામેલ કરવામાં આવ્યા છે. ભાજપાના ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એમના કામ, એમની ચૂંટણી રણનીતિઓ, એમના સંગઠનિક કામકાજો અને એમના ભાષણોને એમાં પ્રમુખતા આપવામાં આવી છે. આ પુસ્તક એ દાવો નથી કરતી કે, આમાં જે લખવામાં આવ્યું છે તે અમિત શાહનું અત્યાર સુધીનું પૂરું રાજનીતિક જીવનચરિત્ર છે, પરંતુ એ દાવો જરૃર કરે છે કે, અમિત શાહના રાજનીતિક ક્રિયાકલાપો અને એમની આજુબાજુના ઘટનાક્રમોને એમાં પ્રામાણિક રૃપથી સંરક્ષિત કરવામાં આવ્યા છે. એમાં અમિત શાહના વિચારો અને એમના વિશે એમના અન્ય નજીકના લોકોના વિચારોને રાખવામાં આવ્યા છે. એ ઉપરાંત એમની ચૂંટણી રણનીતિનું રાજનીતિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ પુસ્તક સંગઠનના એક વ્યક્તિનું સંગઠનકર્તા બનવાની વાર્તા છે. આ પુસ્તક ભારતીય જનતા પાર્ટીના નવા શાહનું સફરનામા છે. આ પુસ્તક ભારતીય રાજનીતિમાં આવેલા ઐતિહાસિક બદલાવની એક સાક્ષી છે. આ નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બનવા અને અમિત શાહના ભાજપા અધ્યક્ષ બનવાની દાસ્તાન છે.
© 2022 Storyside IN (Audiobook): 9789355440099
Release date
Audiobook: 1 February 2022
Tags
English
India