Step into an infinite world of stories
5
Religion & Spirituality
ભારતની ધરતી પર અનેક ૠષિઓએ સમયે સમયે અવતરિત થઈને પોતાનાં તપ અને સાધના વડે સમાજને સંતુલિત રાખવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. સમયાનુસાર સમાજને સમયે સમયે એમનું માર્ગદર્શન હંમેશા મળતું રહ્યું છે. આપણા સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી પણ અનેક વર્ષો સુધી હિમાલયની કંદરાઓમાં ધ્યાનસાધના કરીને અર્જિત કરેલ જ્ઞાન સમાજમાં આવીને સમસ્ત મનુષ્યજાતિને અવિરતપણે નઃશુલ્ક વહેંચી રહ્યા છે.
આ અમૂલ્ય દિવ્ય જ્ઞાન આવનારી પેઢીને પણ પ્રાપ્ત થાય, એ ઉદ્દેશથી પૂજ્ય ગુરુદેવે છેલ્લાં દસ વર્ષથી દર વર્ષે ૪૫ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન કરીને ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં મંગલમૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન કર્યા બાદ એમને પૃથ્વીના અલગ-અલગ ભૂખંડમાં પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયા પ્રારંભ કરી લીધી છે. આ ૪૫ દિવસના ગહન ધ્યાન અનુષ્ઠાન દરમિયાન પોતાના ગુરુઓના માર્ગદર્શનથી સાધકોની આધ્યાત્મિક પ્રગતિ હેતુ પૂજ્ય ગુરુદેવ લિખિત સંદેશ પણ આપતાં રહે છે.
આ વર્ષે પણ ૨૨ જાન્યુઆરીથી ૭ માર્ચ, ૨૦૧૬ સુધી સંપન્ન થયેલ ૪૫ દિવસીય દશમ્ ગહન ધ્યાન અનુષ્ઠાન દરમિયાન વર્તમાન સમયની માંગને ધ્યાનમાં રાખીને પોતાની સહજ-સરળ લેખનશૈલીના માધ્યમથી પૂજ્ય ગુરુદેવે દિવ્ય સંદેશાઓ દ્વારા, સહુ સાધકોના આધ્યાત્મિક ઉત્થાન માટે ઘણા વિષયો પર માર્ગદર્શન આપ્યું છે, જેનું સંકલન આ પુસ્તિકામાં કરવામાં આવ્યું છે. લેખનશૈલીની ગરિમાને ધ્યાનમાં રાખીને કેટલીક આવશ્યક શાબ્દિક સુધારણા પૂજ્ય ગુરુદેવ દ્વારા ‘અધિકૃત’ માધ્યમ પૂજ્ય ગુરુમા દ્વારા અનુમોદિત છે.
© 2020 Babaswami Printing & Multimedia Pvt Ltd (Audiobook): 9781662224836
Release date
Audiobook: 11 July 2020
English
India