Step into an infinite world of stories
"આ નવલકથાને બે નેંશનલ એવોર્ડ્ઝ મળ્યા છે, ૧ : દિલ્હી સાહિત્ય અકાદમી ૨: ભારતીય ભાષા પરિષદ - કલકત્તા ૩: ગુજરાત વિદ્યાસભા-ગુજરાત રુપા ,શૈલેષનો સુખી સંસાર છે. નાનો પૂત્ર યશ,સાસુ ,દેર આ કુટુંબીઓનો કલરવતો તેનો કુટુંબમાળો છે. એક દિવસ રુપાને પગે રક્તપિત્તનું ચાઠું દેખાય છે અને તેનો કલરવતો માળો અચાનક પિંખાઇ જાય છે. શૈલેષ ડોક્ટર છે, સાસુ સોશ્યલ વર્કર છે .શૈલેષ જાણે છે કે દવાથી આ રોગ મટી જશે .એ રુપાને ખૂબ ચાહે છે પણ માતાના દબાવમાં આવી રુપાને લેપ્રસી હોસ્પિટલમાં મૂકે છે. અહીંથી શરુ થાય છે રુપાના જીવનની એક લાંબી પીડાભરી યાત્રા .રુપાને કહ્યા વિના એનું કુટુંબ વડોદરા શહેર છોડી ચાલી જાય છે. રુપા ભટકતી રહે છે, આખરે એક દંપતિ તેને આંશ્રમમાં લઇ આવે છે .રુપાનું મન કડવાશથી ભરેલું છે. એ જુએ છે કે સ્વજનો દરદીઓને ફાટેલા વસ્ત્રની જેમ અહી ફેકી જાય છે અને જેમને એમની સાથે કશો સંબંધ નથી તે એમના લોહી પરુના ઘા સાફ કરે છે રુપાને થાય છે દુનિયામાં સબસે ઉંચી પ્રેમ સગાઇ. એ સાજી થઇ આશ્રમનાં સેવાયજ્ઞમાં જોડાય છે . વર્ષો વીતે છે .એનો મોટો થયેલો પૂત્ર ,દેર એને શોધતા આશ્રમમાં આવે છે.. . પછી શું થાય છે તે તમને આ કથા જ કહેશે. આ સત્યઘટનાત્મક નવલકથા ઇશ્વર હોવાનો અણસાર આપતી કરુણમંગલ કથા છે. લેખિકાએ આશ્રમમા। જઇને લખી છે.
એની અનેક આવૃતિઓ થઇ છે,રેડિયો પર સિરીયલ થઇ છે, લંડનમાં નાટક ભજવાયું છે. યુનિ.માં ટેક્સ્ટબુક થઇ છે. ગાંધીજીનાં નજીક મહાદેવ દેસાઇનાં। પૂત્ર નારાયણ દેસાઇએ આનવલકથાને ગુજરાતી સાહિત્માં મૂઠ્ઠી ઉંચેરી કહી છે. અ મસ્ટ લિસન નોવેલ ."
© 2021 Storyside IN (Audiobook): 9789354834394
Release date
Audiobook: 8 August 2021
English
India