Step into an infinite world of stories
Biographies
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ એક મહાન વિચારક, પ્રબુદ્ધ વિદ્વાન, પ્રખ્યાત વૈજ્ઞાનિક, ભારત રત્ન, ઉચ્ચકોટિના માણસ, સંવેદનશીલ લેખક, કવિ, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, બાળકોના પ્રિય શિક્ષક, ન જાણે કેટલાં રંગ છે એમના વ્યક્તિત્વના, આ જ રંગોની બોછારથી તમને પરિચિત કરાવવા માટે આ પુસ્તકમાં કલામના જીવનથી સંબંધિત એ હકીકતોને સમેટવામાં આવી છે, જેમનાથી આપણને પ્રેરણા મળે છે. ભારતમાં 'મિસાઇલ મેન'ના નામથી પ્રસિદ્ધ ડૉ. કલામ સાચા અર્થોમાં એક એવા યુગપુરુષ હતા, જે જાતિ, ધર્મ અને સંપ્રદાયથી ઉપર દેશના સાચા સપૂત અને માનવતાના પ્રતીક હતા. ભારતીયતા અને ભારતીય મૂલ્યોમાં રચેલા-વસેલા કલામ એક એવા વ્યક્તિત્વના ધની હતા, જેમણે દેશની રાજનીતિની દિશા બદલવા અને રાષ્ટ્રને મહાશક્તિના રૃપમાં સ્થાપિત કરવાનો મૂળમંત્ર પણ આપ્યો. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ એમના વિચાર, એમનું દર્શન અને એમની જીવનશૈલી હંમેશાં આપણાં જીવનને પ્રેરિત કરતી રહેશે.
© 2022 Storyside IN (Audiobook): 9789355440761
Release date
Audiobook: 18 March 2022
English
India