Sagar
27 Jan 2023
બક્ષીનો હું ચાહક પહેલેથી હતો. પણ કોણ જાણે કેમ બક્ષી નામા વાંચવાનું બન્યું નહોતું. બક્ષી ગુજરાતી ભાષાના અનોખા ગદ્યસ્વામી હતા. ઘણાં સ્થળે ભાવુક બની જવાયું. ઘણી જગ્યાએ બૌદ્ધિકતા અને નીર્ભિકતામાં રસાયેલી બક્ષીગત શૈલીના ચમકારા સાંભળીને દિલ બાગબાગ થઈ ગયું. દર્શન જરીવાલા એ આ પુસ્તકને સંપૂર્ણ ન્યાય કર્યો છે. એમના સ્પષ્ટ ઉચ્ચારણ અને non-dramatic પઠનમાં પુસ્તક ચમકી ઊઠે છે. થેન્ક યુ-Storytel, થેન્ક યુ દર્શન જરીવાલા અને લાખ લાખ સલામ બક્ષીબાબુ.