જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા, અને અભણતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ્ટ પર ભૂતકાળમાં બની ગયું છે.
રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જીંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પુરતી નથી. એ દુ:ખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઉભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. આ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે.
...પણ એ વાંચક...આ બાઈની અંદર ચારસો સુરજની આગ છે હો. બહારથી તો એ ગામડાની ગરીબડી સ્ત્રી હતી, પણ અંદર ચોસઠ જુગનો નાથ પણ જોઇને બળી મરે એવી મીઠી જીંદગી જીવી હતી. આ વાર્તા વાંચીને, જીવીને તમે ભીની આંખ અને તૂટેલાં હૃદય સાથે ચુપચાપ બેઠા રહેશો અને તમને મળેલી પોતાની જીંદગી તરફ જોયા કરશો.
એય રામબાઈ...તું તો કોસ્મિક ફેરીટેલ જેવી છે. તું તારી આંખો આકાશ તરફ રાખે છે અને ઉગ્યા કરે છે. તું પડે છે. ફરી-ફરી પડે છે અને પછી ઉગતા સુરજની જેમ ઉઠે છે, અને ચાલતી થાય છે આ મહાન – ભવ્ય રસ્તા ઉપર. જીવન નામના રસ્તા પર. તારું આવું જીવવું જોઇને મારું મોઢું ફાટ્યું રહે છે. આત્મો મૂંગા-મૂંગા બરાડા પાડે છે. તારી ગાથા થકી માનવતાના મૂલ્યોનું વિરાટ દર્શન થયા કરે છે.
આ ધરતી ઉપર માણસ તો ઘણા પાકશે પણ તારા જેવા માણસને પાકવા માટે આ ધરતી એકલીએ બ્રહ્મમાં ઘણાંય ધક્કા ખાવા પડશે. તારા નૂર, ઝમીર અને જીવનને સલામ.
© 2021 Storyside IN (Audiobook): 9789354340376
Release date
Audiobook: 8 October 2021

Step into an infinite world of stories
Overall rating based on 53 ratings
Heartwarming
Mind-blowing
Inspiring
Download the app to join the conversation and add reviews.
Showing 10 of 53
Rohit
14 Oct 2021
ધ રામબાઈ...Its not a book.... its journey....યાત્રા છે....એક માનવની....વિશ્વમાનવની...રાત્રે ચાલુ કર્યું સાંભળવાનું અને આખી સાંભળી ને જ ઉભો થયો....અને વાર્તા ના અંતે હું ગંગા નાહયો😇😇😇...મારા મતે આ વાર્તા દરેક ની છે, દરેક ની આસપાસ ની છે....jitesh donga એ બસ એ વાર્તા ને ધ રામબાઈ ના સ્વરૂપ માં આકાર આપ્યો છે અને બીજા કલાકારો એ એને સ્વર આપ્યો છે....એટલે જ તો અવાજ સીધો હૃદય માં સીધો ઉતરે છે....એટલું હું નિશ્ચયપણે કહીશ કે આ બુક સાંભળીને વ્યક્તિ ઓછામાં ઓછા એક વાર પોતાના જીવન ના પાછલા બારણે ડોકિયું કરશે જ...હું હસ્યો...હું રડ્યો...હું ખોવાયો..હું શરમાયો... હું ગુસ્સે થયો...હું ચકિત થયો...પણ હું થાક્યો નહીં.....વાર્તા ને reveal ના કરતા એટલું જ કહીશ કે એક વાર આ સફર પર જઇ આવો...રામબાઈ ની સફર પર... કૃતાર્થ થઈ જશો....Thank you Jitesh Donga for such a great journey...Thank you Aditi Desai for such good direction...Thank you Rj Devaki for being the Rambai...Kudos to all voice artist
Harsh
8 Oct 2021
Great character-The Raambai.
Hetal
13 Feb 2022
This is wonderful book, written very well. Congratulations to Jitesh Donga for such a wonderful creation. Congratulations to team who have created such a beautiful story telling.. felt like watching all this in person. Thank you all. Specially thanks to RJ Devki, I get this link through the link she shared in fb about this book and I downloaded Storytel and now I would listen more and more books through it, as it is more convenient for me during lots of drive. Thank you all.
RUDRA
27 May 2023
Selfless life, Satisfied life, Dream life, Meaning of real love, Being your self. So inspiring.
Harsh
15 Apr 2023
The Great Rambai! Lakhvu ghanu che review ma pan shbdo nthi mali rhya! Je svay ek vishv che e The Rambai mate jetlu lkhu etlu ochu pdshe! Jitesh bhai tmara mate pn! 🥲🙏 Aa vishv sathe bheto kravva mate Khub Khub Aabhar!
Riya
24 Jul 2023
A lot to learn from The Rambai! રામ બાઈ એ સહજ અને સરળ જીવન જીવીને જે મેળવ્યું એ મેળવવા લોકો કંઇક કેટલાય તપ અને meditations કરે! સહજતા અને સરળતા ની તાકાતની ચરમસીમા એટલે રામ બાઈ! આધ્યાત્મિકતા એ મંદિર મસ્જિદ ની મહોતાજ નથી એનું સચોટ ઉદાહરણ એટલે રામ બાઈ! આવા અદભૂત ચરિત્ર ને અને એના નિર્માતા ને મારા સાદર નમન! 🙏🏻
Bhavesh
3 Dec 2021
જીવજે….
Malde
20 Nov 2021
વાહ ગમ્યું 👌👌👌
Ratan
1 Nov 2021
Mind blowing, Superb
Umang
15 Nov 2021
This book doesn't need a review. It can't be explained in words.
English
India